આણંદ જીલ્લાના ૩૯ અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કાયદાનો સકંજો કસતી આણંદ જીલ્લા પોલીસ..
આણંદ જીલ્લામાં પ્રોહીબીશનના આરોપીઓ-૧૦, જુગારના આરોપીઓ-૦૨, શરીર સબંધી ગુનાઓના આરોપી-૧૫, મિલ્કત સબંધી ગુનાઓના આરોપીઓ-૦૧, પશુ સંરક્ષણ ધારા હેઠળના ગુનાના આરોપીઓ-૧૧ મળી કુલ્લે ૩૯ અસામાજીક ગુંડા તત્વોનો યાદી બનાવવામાં આવેલ છે.
૩ આરોપીઓ વિરૂધ્ધ તડીપારની કાર્યવાહી ચાલી રહેલ છે અને આજરોજ ખંભાત ખાતે એક આરોપીના મકાનનુ ગેરકાયદેસર ઇલેકટ્રીક કનેકશન કાપી નાખવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે તથા અન્ય એક ઇસમના મકાનનુ ગેરકાયદેસરનુ બાંધકામ તંત્ર દ્વારા નિયમોનુસાર તોડી પાડવામાં આવેલ..
રિપોર્ટર: અનવર સૈયદ ઠાસરા.