ડીસાના કુચાવાડાથી વિઠોદર વચ્ચે ભાચરવા નજીક ચોખા ભરેલી ટ્રક રોંગ સાઇડથી આગળ જઇ રહી હતી. તેલ ભરેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. પાછળથી આવી રહેલી બીજી તેલ ભરેલી ટ્રક પણ ટકરાતાં ભયાનક ધડાકા સાથે ત્રણેય ટ્રકમાં આગ લાગી હતી. વચ્ચેની તેલ ભરેલી ટ્રકનો ડ્રાઇવર જીવતો સળગ્યો હતો. માત્ર ખોપડી બચી ગઇ હતી. અન્ય બે ટ્રકના ત્રણ જણા સમયસર કૂદી જતા બચી ગયા હતા. તેઓ ખેતરોમાં દોડી ગયા હતા.
આગ એટલી વિકરાળ હતી કે, ડીસાથી બે ફાયર-ફાઇટર, પાલનપુર, ધાનેરા અને પાંથાવાડાથી પણ ફાયર-ફાઇટર આવ્યા હતા. બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. બુધવારે સાંજે 4:30 વાગ્યે થયેલા આ અકસ્માતથી આખો રસ્તો બ્લોક થયો હતો. બંને તરફ વાહનોની લાંબી કતારો લાગતાં 10 કિલોમીટર લાંબો ટ્રાફીકજામ થયો હતો.