રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે તાબડતોબ રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી મીટિંગ કરીને આગામી 100 કલાકમાં પોલીસ સ્ટેશન દીઠ રાજ્યભરના અસામાજિક ગુંડા તત્ત્વોની યાદી તૈયાર કરવા આદેશ આપ્યો હતો.જેમાં જનતામાં ભય ફેલાવનારા તત્ત્વોનો સમાવેશ કરવા ખાસ સૂચના આપી છે. એટલું જ નહીં, આવા અસામાજિક તત્ત્વોના ગેરકાયદે બાંધકામ, વીજ જોડાણ, નાણાકીય વ્યવહારો વિગેરેની પણ તપાસ કરીને તેમની સામે પાસા અને તડીપાર જેવી કાર્યવાહી કરવા પણ તાકીદ કરી હતી.જે
રાજ્ય પોલીસ વડાની સૂચના અનુસાર ખંભાત શહેર પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો સામે કાર્યવાહી કરી છે.ખંભાતમાં 2 ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોની સામે કાર્યવાહી કરાઇ છે.જેમાં જમશેદ પઠાણ નામના ઈસમ સામે 18 જેટલા ગુનાઓ દાખલ થયા હતા.જેના ઘરનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે.70 હજાર વીજબિલ ભર્યું ન હોવાનું સામે આવ્યું છે.જ્યારે મતીન યુનુશભાઈ વ્હોરા સામે 7 જેટલા ગુના દાખલ થયેલા હતા.જેના દુકાનનું ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યું છે.આગામી દિવસોમાં પોલીસ દ્વારા અન્ય ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવશે.