રાજુલા પોલીસે ગુજરાતના અલગ-અલગ જીલ્લાઓમા BSNL ટેલીફોન એક્સચેન્જની ઓફીસોમા થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો...
પોલીસે ૬ આરોપી સાથે કુલ રૂ.૧૧,૫૯,૬૯૫ ના મુદામાલ કબજે કર્યો,
રાજુલા ટાઉનમા આવેલ BSNL ટેલીફોન એક્સચેન્જ તા.૦૬/૦૩/૨૦૨૫ ના રોજ અજાણ્યા ઇસમો રાત્રીના એકસ્ચેન્જમા પ્રવેશ કરી અને એક્સચેન્જ ની સર્કીટ તથા BTS કાર્ડ તથા કોપર વાયરની ચોરીનો બનાવ બન્યો હતો. જે અન્વયે અમરેલી એસપી સંજય ખરાતની સુચના મુજબ રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.ડી.ચાવડાના માર્ગદર્શન મુજબ અનડીટેક્ટ ઘરફોડ ચોરીના ગેન્હાને ડીટેકટ કરવા સુચના આપેલ હોય રાજુલા પો.સ્ટે ની સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનીકલ તથા હયુમ્ન સોર્સ આધારે તથા નેત્રમ કમાન્ડ કંટ્રોલ અમરેલ તથા ત્રીનેત્રમ ગાંધીનગરની મદદથી ગુન્હામાં સંડોવાયેલ ત્રણ આરોપીને પકડી પાડેલ તેમજ અન્ય ત્રણ ઇસમોને પણ પકડી પાડેલ અને છ ઇસમોની સઘન પુછપરછ કરતા ત્રણ ઇસમોએ રાજુલા તથા બઢડા ખાતે તથા અન્ય ત્રણ ઇસમો એ ચલાલા ખાતે ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ હતી. અન્ય જીલ્લાઓમા પણ ચોરી કરેલાનુ કબુલાત કરેલ છે. અને પકડાયેલ ઇસમો પાસેથી ચોરીમા ઉપયોગમાં લીધેલ વાહન તથા BSNL ટેલીફોન એક્સચેન્જની અલગ અલગ સર્કીટો, BIS કાર્ડ, અલગ અલગ ટેલીફોન એક્સચેન્જના સાધનો મળી કુલ રૂ.૪,૯૭,૬૯૬ તથા એન્ડ્રોઇડ ફોન -૦૧ કી.રૂ.૧૨,૦૦૦ તેમજ મહીન્દ્રા કંપનીની XUV ફોરવ્હીલ કાર જેની કિ.રૂ.૬,૫૦,૦૦૦ ચોરી કરેલ મુદામાલમાં તથા BTS કાર્ડ અને કોપર કેબલ સહીતનો કુલ કિ.રૂ.૧૧,૫૯,૬૯૫ નો મુદામાલ કબ્જે કરી જેમા આરોપી ૧. અર્જુન રૂપેશભાઇ પરમાર રહે, જામનગર, (૨) મેહુલ ઉર્ફ ઘુસો મુકેશ ચુડાસમા,(૩) ભરત ઉર્ફે પોંચુ રાજેન્દ્ર મકવાણા, (૪) પંકેશ ઉર્ફે પંકજ મુકેશભાઇ ચુડાસમા, (૫) મુકેશ કાળાભાઇ રાઠોડ તેમજ અન્ય (૬) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કીશોરને પકડી પાડી તમામ આરોપીઓવવિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.ડી.ચાવડા સર્વેલન્સ ટીમના એ.આસ આઇ મધુભાઇ પોપટ, હે.કોન્સ. હરપાલસિંહ ગોહિલ, હે.કોન્સ હરેશભાઈ વાળા, હે.કોન્સ મનુભાઈ માંગાણી, પો.કોન્સ ધનશ્યામભાઇ મહેતા, એ.એસ.આઇ હરેશભાઇ કવાડ, પો.કોન્સ ચંદ્રેશભાઇ કવાડ, પો.કોન્સ પૃથ્વિરાજસિંહ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે.......
વીરજી શિયાળ