પાલનપુર પંથકની એક યુવતીનો હોટલમાં તેની જાણ બહાર એક વર્ષ અગાઉ વિડીયો ઉતારવામાં આવ્યો હતો. જે વાયરલ કરવાની ધમકી આપી 6 શખ્સોએ અવાર-નવાર જૂદા-જૂદા સ્થળોએ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. જે પછી વિડીયો વાયરલ કરી સમાજમાં બદનામ કરી હતી. આ અંગે તેણીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પાલનપુરમાં કોલેજ કરતી ગ્રામ વિસ્તારની એક યુવતી વર્ષ-2023 રાજપુર (પ) ગામના એક સગીર યુવક સાથે સંપર્કમાં આવી છે. આ યુવકે યુવતીને ચા-નાસ્તો કરાવવા એક હોટલમાં લઇ ગયો હતો. જ્યા ખોરાક ઢળતા યુવતી કપડા બગડતાં તે બાથરૂમમાં કપડા બદલી રહી હતી. તે દરમિયાન સહીત દોડી આવી તેનો નગ્ન અવસ્થાનો વિડીયો ઉતારી બાદમાં આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

જે બાદ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી સગીરના મિત્રો ઉત્તમપુરા (મલાણા)નો રાહુલ શામળભાઇ ફોફ, દીપક નરસંગભાઇ ફોફ, આશિષ શામળભાઇ ફોફ,જીગર ગલબાભાઇ બોકા અને બાદરપુરા (ભુ) શુભમ ઘેમરભાઇ ભૂતડીયા (રહે.બાદરપુરા (ભુ)એ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને તા. 11/02/2023 થી તા.10/02/2025 દરમિયાન વિવિધ ગેસ્ટ હાઉસ અને પાલનપુર ન્યૂ બસ પોર્ટના કાફે લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો.

તેમજ યુવતીનો વિડીયો તેના સમાજમાં વાયરલ કરી તેની બદનામી કરવામાં આવતાં યુવતીએ સગીર સહીત છ શખ્સો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.