બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં નવી સીસ્ટમ: બનાસકાંઠા, નવસારી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં ચારથી સાડા સાત ઈંચ વરસાદ ત્રણ દિવસ અગાઉ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાત સહિતના અનેક રાયોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ રાઉન્ડ હજુ પૂરો થયો નથી ત્યાં આગામી તારીખ ૧૯ ના શુક્રવારે બંગાળની ખાડીમાં ઉત્તર દિશામાં વધુ એક પ્રભાવશાળી લો પ્રેસર ઊભું થઈ રહ્યું છે અને તેના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ શ થવાની શકયતા છે. ચાર દિવસ અગાઉ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગપે ગુજરાત સહિત દેશના અનેક રાયોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટમની અસર હજુ પૂરી થઈ નથી ત્યાં બંગાળની ખાડીમાં આગામી શુક્રવારે નવું લો પ્રેસર ઊભું થવાનું છે. અરબી સમુદ્રમાં સાયકલોનિક સકર્યુલેશન જોવા મળ્યું છે અને ઓફશોર ટ્રફની લાઈન દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર્રના દરિયાકાંઠા સુધી જોવા મળતી હોવાથી આગામી દિવસોમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ નજીકના ભવિષ્યમાં શ થશે તેવી ચેતવણી આપવામાં આવે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલે કચ્છ જિલ્લામાં વરસાદની શકયતા છે અને ત્યારબાદ એટલે કે શુક્ર શનિવારે છૂટા છવાયા ઝાપટાઓ ચાલુ રહેશે.

દરમિયાનમાં આજે સવારે છ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ પાટણ જિલ્લામાં જોરદાર વરસાદ પડો છે. સરેરાશ ૪ થી સાડા સાત ઈંચ વરસાદ પડો છે. રાયના ૨૮ તાલુકામાં ચાર ઈંચ થી વધુ અને ૨૪૬ તાલુકામાં એક ઈંચ થી વધુ વરસાદ રહ્યો છે. બનાસકાંઠાના ડીસા દાંતીવાડા દાતા દિયોદર અમીરગઢ માં પાંચ થી સાડા આઠ ઈંચ વરસાદ છે. તાપી જિલ્લાના સોનગઢમાં આઠ ઈંચ પાણી પડું છે. નવસારીના ખેરગામમાં સાડા છ ઈંચ વરસાદ થયો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. રાયના ૨૪૬ તાલુકામાં સામાન્યથી ધોધમાર વરસાદ પડો હોવાના અહેવાલો મળી રહ્યા છે.

વિપુલ મકવાણા અમરેલી