તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત,
રાજુલા પોલીસે ગુમ થયેલ પાકીટ તથા મોબાઇલ ફોન સોધી કાઢી મુળ માલીકને પરત અપાવ્યું.
રાજુલા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ કામે અરજદાર કાજલબેન ગોવિંદભાઇ મકવાણા રહે.હાલ.સુરત મુળ. આંબલીયાળા તા.ખાંભા જી. અમરેલી વાળી રાજુલા પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ આવી જણાવતા હોય કે તેમનુ પાકીટ જેમાં રૂ. ૧૦,૦૦૦ રોકડ હોય તે પાકીટ તથા એક મોબાઇલ ફોન રાજુલા બસ સ્ટેશન પાસે આવતા રસ્તામાં કયાંક શરત ચુકથી પડી ગયેલ છે. અને શોધવા છતાંપણ મળી આવેલ નથી એવુ જણાવતા હોય જેથી આ બાબતે રાજુલા ટાઉન બીટના સ્ટાફે સદરહુ જગ્યાએ જરૂરી તપાસ કરતા સદરહુ પાકીટ તથા મોબાઇલ ફોન મળી આવેલ હોય જે પાકીટમાં જોતા રૂ.૧૦,૦૦૦ રોકડ હોય જેથી મુળ માલીક પાસે ખરાઇ કરી પાકીટ તથા રોકડ રકમ તથા મોબાઇલ ફોન મુળ માલીકને સોંપી આપી પ્રસશનીય કામગીરી કરેલ છે. આ કામગીરીમાં રાજુલા પો.સ્ટેના પીઆઇ એ.ડી.ચાવડાની સુચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એફ. ચૌહાણ, તથા રાજુલા પોલીસના ટાઉન બીટના એ.એસ.આઈ.રાણાભાઇ વરૂ, હેડ.કોન્સ મુકેશભાઇ ગાજીપરા, હેડ.કોન્સ.ભરતસિંહ ગોહિલ, પો.કોન્સ પ્રકાશભાઇ તથા વુ.પો.કોન્સ દક્ષાબેન દ્વારા કરવામાં આવેલ છે..
વીરજી શિયાળ