ડીસાના ઝેરડા નજી આવેલ ગોગા ડેરી પાસે કારની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું હતુ. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાણીવાડાના રતનપુર (જાખડી)ના વસનારામ ગણેશારામ દેવાસી એક્ટિવા લઇને ઝેરડા નજીક આવેલ ગોગા ડેરી પાસે રોડ પર જઇ રહ્યો હતો. ત્યારે ગાડી નં. જીજે-27-એએચ-3818 ના ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જેથી મૃતકના પિતા ગણેશારામ ઓખારામ દેવાસીએ ડીસા તાલુકા પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.