જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં અવર જવર ન કરવા વાયરલેસ ઓપરેટર, અમરેલી ફ્લડ સેલ દ્વારા સૂચના જારી
અમરેલી તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૨ (બુધવાર) ધારી તાલુકાના ધારી ગામ પાસે શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર સિંચાઈ યોજનામાં પાણીની આવક થતા બુધવારે બપોરે ૧૨.૪૫ વાગ્યાની સ્થિતિએ જળાશયમાં પાણીની આવકમાં વધારો થતા એક દરવાજો રાખવા અગાઉથી ખોલેલો ૧ દરવાજો ૦.૭૬ મીટર ખુલ્લો હતો, આ સ્થિતિમાં વધારો કરી દરવાજો ૦.૧૫૨ મીટર ખોલવામાં આવ્યો હોવાથી નીચાણવાળા નીચે મુજબના ગામોના લોકોને કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા વિનંતી છે. આ સ્થિતિમાં મામલતદાર ડીઝાસ્ટર અમરેલી દ્વારા અમરેલી જિલ્લાના ૩૪ ગામોને સતર્ક રહેવા સૂચના
આ જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં વસતા હોય તેવા તમામને સાવચેત રહેવા અને એ વિસ્તાર કે આજુબાજુમાં અવર - જવર ન કરવા માટે અનુરોધ કરવામા આવ્યો છે.
અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધારી તાલુકાના ધારી, આંબરડી, ભરડ, પાદરગઢ, બગસરાના હાલારીયા, હુલરીયા, અમરેલી તાલુકાના સરંભડા, નાના માંડવડા, મેડી, તરવડા, બાબાપુર, વાંકીયા, ગાવડકા, પીઠવાજાળ, વિઠ્ઠલપુર, મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, લીલીયા તાલુકાના કણકોટ, આંબા, ક્રાંકચ, બવાડા, બવાડી, ઈગોરાળા, લોકા, લોકી, શેઢાવદર, સાવરકુંડલા તાલુકાના બોરાળા, જુના સાવર, ખાલપર, મેકડા, ફિફાદ, આંકોલડા ઘોબા, પીપરડી વિસ્તારમાં વસતા હોય તે તમામને સતર્ક અને સાવધ રહેવા અપીલ છે. જેના અંગે વાયરલેસ ઓપરેટર, અમરેલી ફ્લડ સેલ દ્વારા આજરોજ તા ૧૭ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ બપોરે ૧૨.૪૫ કલાકે આ અંગે આથી સૂચના જારી કરવામાં આવી છે.
*રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી*