રાજુલામાં ભવ્ય એરટેલ ફાયબર ઈન્ટરનેટ સર્વિસનું ભવ્ય લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો

રાજુલા શહેરમાં એરટેલ ફાયબર ઈન્ટરનેટ સર્વિસનું ભવ્ય લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોન્ચિંગ કાર્યક્રમમાં ધારાસભ્ય હીરાભાઇ સોલંકી, સનાતનદાસ બાપુ કેસરીનંદન હનુમાનજી મંદિર તેમજ ગુજરાતી ફિલ્મ સુપ્રસિદ્ધ કલાકાર રીતીકા જીલકા પટેલ, જીયા જોષી તેમજ જુનિયર નરેશ કનોડિયા કિશોર ડાભી સહિત મહેમાનોની ઉપસ્થિતિમાં લોન્ચિંગ કરાયું હતું. આ કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવોનુ કમલેશભાઇ મકવાણા દ્વારા ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. એરટેલ ફાયબર ઈન્ટરનેટ સર્વિસ વિશે તમામ પ્રકારની માહિતી આપી લોકોને માહિતગાર કર્યા હતાં. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને માણ્યો હતો. આ કાર્યક્રમનુ સંચાલન નિકુંજભાઇ પંડિત દ્વારા કરાયુ હતું. આ સમગ્ર આયોજન કમલેશભાઇ મકવાણા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અને પધારેલા તમામ લોકોનો કમલેશભાઇ મકવાણા દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો 

વીરજી શિયાળ