પાલનપુરમાં 500 અને 1000 ની રદ થયેલી રૂ. 19.77 લાખ નોટો વટાવવા જતાં 7 શખ્સોને એસ.ઓ.જી.એ બાતમીને આધારે ઝડપી લીધા હતા.જ્યારે મુખ્ય સૂત્રધાર ડીસાનો વેપારી ભાવેશ આચાર્ય ફરાર થઇ ગયો હતો.આ રૂપિયા હિંમતનગરના સિધ્ધરાજસિંહને આપવાના હતા.આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
2017 માં સરકારે જૂની 500 અને 1000 ના દરની નોટો રાખવા પ્રતિબંધ ફરમાવાયો હતો.જેમાં ડીસાના વેપારી ભાવેશ આચાર્યએ રૂ. 19.77 લાખની જૂની રદ થયેલી આ નોટો બદલવા કેટલાંક શખ્સોનો સંપર્ક કર્યો હતો. જોકે, આ શખ્સો નોટો બદલવાની ઘટનાને અંજામ આપે તે પહેલાં જ પાલનપુર એસ.ઓ.જી.એ તેમને જૂની નોટોના જથ્થા સાથે ઝડપી લીધા હતા.
આ અંગે એસ.ઓ.જી. પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે", બાતમીના આધારે શુક્રવારે મોડી રાત્રે એક જ જગ્યાએથી સાત યુવકોને રદ થયેલ જૂની ચલણી નોટો રૂ.1000/- ના દરની નોટ 1781 અને રૂ.500/- ના દરની નોટ 393 કિં.રૂ. 19,77, 500 થતી હતી. ઝડપાયેલા યુવકોના 35 હજારની કિંમતના 7 મોબાઇલ સહીતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ઝડપાયેલા યુવકોની પૂછપરછમાં જાણવા મળ્યું કે, રદ થયેલ નોટો ભાવેશ જયંતિભાઇ આચાર્ય (રહે.ચાહત બંગ્લોઝ,ગાયત્રી મંદિર પાસે, ડીસા) એ આ નોટો બદલવા આપી હતી અને સિધ્ધરાજસિંહ નામની વ્યક્તિએ આ નોટો મંગાવી હતી. જેથી ઝડપાયેલા આરોપીઓએ નોટ બદલાવવા માટેના કમિશનમાં લાલચમાં આવી એકબીજાની મદદગારી કરી હતી. જેને લઇ Bank Notes ની કલમ 07 નો ભંગ કરી ગુનો કરવા બાબતે કાર્યવાહી કરાઇ છે.
પાલનપુરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે પશ્ચિમ પોલીસ મથકે સાત સામે ગુનો નોંધવા અરજી આપી હતી. જેમાં ફરિયાદમાં સિધ્ધરાજસિંહને નોટ આપવાનો ઉલ્લેખ કરાયો હતો. જેમાં તેમનો મોબાઇલ નંબર પણ લખવામાં આવ્યો હતો. જેને લઇ તે મોબાઇલ નંબર પર ખરાઇ કરતાં તે નંબર હિંમતનગરના સિધ્ધરાજસિંહ મકવાણાનું હોવાનું સામે આવ્યું હતું.
આ અંગે સિધ્ધરાજસિંહ મકવાણાએ જણાવ્યું હતું કે ",હું બીજ ભરવા માટે રણુંજા જાઉં છું. સાત લોકોમાં કદાચ કોઇ મને ઓળખતું હશે અને મારૂ નામ આપ્યું હશે પરંતુ હું તો જી.આર.ડી.માં હાલ નોકરી કરૂ છું. આ ઘટનાથી મારે કોઇ લેવાદેવા નથી.મારૂ નામ કેવી રીતે આવ્યું તે મને ખબર નથી.
ઝડપાયેલ શખ્સોના નામ
(1) પરેશ ચંદુભાઇ ડાલવાણીયા (ઉં.વ.આ. 28) ધંધો-ખાનગી નોકરી (રહે.વાલ્મિકી વાસ, ઢુવા તા.ડીસા)
(2) મીત ઉર્ફે મિતેષ બળદેવભાઇ ઉર્ફે મફાભાઇ ચૌહાણ (ઉં.વ.આ. 23) (ધંધો-ખાનગી નોકરી, રહે.પરમારવાસ, રામદેવપીર મંદિર પાસે, સદરપુર, તા.પાલનપુર )
(3) ધવલ ભરતભાઇ પરમાર
(ઉં.વ.આ. 24) (રહે.સદરપુર, તા.પાલનપુર)
(4) જયેશ જયંતિભાઇ પ્રજાપતિ (ઉં.વ.આ.33) (ફોટોગ્રાફર, રહે.બેચરપુરા, કૈલાશ મંદિરની સામે, પાલનપુર)
(5) પાર્થ મધુસુદન ભાઇ શ્રીમાળી (ઉં.વ.આ. 29)(ધંધો-ખાનગી નોકરી, રહે. ચડોતર, તા.પાલનપુર)
(6) મયુર જયંતિભાઇ ઠક્કર (ઉં.વ.આ. 31) (ધંધો-વેપાર, રહે.શાંતિનગર સોસાયટી, રાજમંદિર પાસે, ડીસા)
(7) ગણપતસિંહ પ્રવિણસિંહ વાઘેલા (ઉં.વ.આ. 25, ધંધો-ખેતી અને ડ્રાઇવીંગ, રહે.ભાખર, તા.દાંતીવાડા)