આજ રોજ જામા મસ્જીદ ટ્રસ્ટ વાડદ તરફથી ગળતેશ્વર તાલુકાના વાડદ મુકામે *રાહતદરે સહારા ક્લિનિકનુ* પીર એ તરીકત સૈયદ કલંદર બાદશાહ બાવાના મુબારક હાથે ઓપનિંગ કરવામાં આવેલ. આ ક્લિનિક ખાતે ગામના ડો.રઈશ શેખ દ્વારા સેવાઓ આપવામાં આવશે તેમજ ગામના તથા આજુબાજુ ના હિન્દુ મુસ્લિમ તેમજ કોમના લોકોની રાહત દરે દવા કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત મસ્જિદના મુત્વલ્લી હાજી ગુલામ મયુદ્દીન દુબઇ વાળા દ્વારા કરવામાં આવેલ તેમજ આ પ્રસંગે હાજી મૌલાના સૈયદ તાજુદ્દિન બાવા દ્વારા ગામ લોકોને એક બની નેક બની સહકાર દ્વારા કૌમ અને ગામના વિકાસ માટે સહકાર આપવા માટે અપીલ કરવામાં આવેલ. ગુજરાત હાઈકોર્ટેના એડવોકેટે અને સામાજીક આગેવાન તસ્લીમ આરીફ મલેક દ્વારા તમામ લોકોને સંબોધન કરતાં શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે કામ કરી કોમની ખિદમત કરવા અને એક બની આગળ વધવા ઉત્સાહિત કરવામાં આવેલ.
અત્રે ઉલ્લેખનીય છે કે સહારા ક્લિનિક ખાતે ગરીબ અને જરુરતમંદ લોકોની રાહતદરે તેમજ ખાસ કિસ્સામાં મફત દવા કરવામાં આવશે. આ કાર્યક્રમમા
ગામના વડીલો, નોજવાનો તેમજ મસ્જિદ ટ્રસ્ટના તમામ સભ્યો હાજર રહેલ.
સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ પૂર્ણ વાતાવરણમાં યોજાયેલ.
રિપોર્ટર: અનવર સૈયદ ઠાસરા ખેડા જિલ્લા ગુજરાત