અંબાજી મંદિર માં ભીડ નિયંત્રણ માટે વિશેષ તાલીમ..
અંબાજી મંદિર ખાતે મંદિર વ્યવસ્થાપન અને ભીડ નિયંત્રણને વધુ અસરકારક બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) દ્વારા મંદિર ના કર્મચારીઓ માટે એક દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું..
અંબાજી મંદિર વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી ના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ તાલીમ કાર્યક્રમ માં GIDM ના પ્રોફેસર ડૉ. સંદીપ પાંડેએ ભીડ નિયંત્રણ ની વિવિધ પદ્ધતિઓની સમજ આપી, નિલેશ દુબેએ અન્ય યાત્રાધામો ના અનુભવો અને ભૂતકાળની ઘટનાઓ નું વિશ્લેષણ રજૂ કર્યું..
માસ્ટર ટ્રેનર જયેશ વાગડાએ ક્રાઉડ મેનેજમેન્ટ ની આધુનિક પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી, GIDMએ મંદિર ના સ્ટેક હોલ્ડર્સને ભીડ વ્યવસ્થાપન માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા માટે પ્રેરિત કર્યા..
લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ ની સુરક્ષા અને સુવિધા માટે આ તાલીમ વિશેષ મહત્વની બની રહી, ખાસ કરીને તહેવારો અને રજાના દિવસોમાં થતી ભીડને નિયંત્રિત કરવા માટેની વ્યવસ્થા ને વધુ સક્ષમ બનાવવાનો આ પ્રયાસ છે..
તાલીમ કાર્યક્રમ માં મંદિરના એસ્ટેટ ઓફિસર પાયલબેન પટેલ, સિક્યોરિટી સ્ટાફ, પોલીસ કર્મચારીઓ અને મંદિર સ્ટાફ સહિત તમામ સંબંધિત અધિકારીઓ એ ભાગ લીધો હતો..