ડીસામાં રાજમંદિર સર્કલ પાસે ટ્રકની અડફેટે મહીલાનું મોત નિપજ્યું હતું. તેમના મૃતદેહનું પી.એમ. કરી વાલી વારસોને સોંપાયો હતો. અકસ્માત બાદ ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો. જેની સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
ડીસાની ધરતી રેસીડેન્સીમાં રહેતાં શારદાબેન અમરતભાઇ લુહાર સોમવારે રાજમંદિર સર્કલ નજીકના સર્વિસ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ટ્રક ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર ઇજા થતાં શારદાબેનનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. મૃતદેહનું પી.એમ. કરી વાલી વારસોને સોંપવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે નાસી ગયેલા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઘટના સ્થળની આજુબાજુ ઓવરબ્રિજ પૂરો થતો હોય મોટી સંખ્યામાં રોંગ સાઇડે વાહનો આવતાં હોય છે. તેમજ રસ્તાની સાઇડ પર પણ ધૂળના થર જામેલા હોવાથી તેમજ રસ્તો તૂટેલો હોઇ અવાર-નવાર અકસ્માતો સર્જાઇ રહ્યા છે.