રાજુલાના ચારનાળા નજીક ફોરવ્હીલ કાર પલ્ટી મારતા અકસ્માત સર્જાયો......
ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. રાજુલાના ચારનાળા ચોકડી નજીક ફોરવ્હીલ કાર પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ નેશનલ હાઇવેની કામગીરી ચાલી રહી છે. ત્યારે ડ્રાઇવેઝન પાસે માટીના પાળા પર કાર પલ્ટી ખાઇ ગઇ હતી. કાર પલ્ટી મારતા ૩ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ ધટના પગલે રાજુલા પોલીસ ધટના સ્થળે પહોંચી હતી...