બનાસકાંઠા SOG પોલીસે લાખણી નાં બે ખેતરમાંથી 11 કિલો અફીણના ડુંડા જપ્ત..
એરંડા અને રાયડાના પાકમાં વાવેલ 1.10 લાખનો મુદ્દામાલ જપ્ત, લાખણી નાં બે ખેતરોમાંથી એરંડા અને રાયડાના પાકની આડમાં વાવેલ અફીણના ડુંડા મળ્યા હતા, પોલીસે 11 કિલોથી વધુ અફીણના ડુંડા જપ્ત કર્યા હતા, બંને આરોપી ફરાર થઈ ગયા હતા..
SOG પોલીસ એ લાખણી તાલુકાના મડાલ ગામના બાબુભાઈ હરજીજી ઠાકોરના ખેતરમાં રાયડાના પાકની આડમાંથી રૂપિયા 17,420 ના 1.742 કિલોગ્રામ અફીણના ડુંડા મળ્યા હતા, જ્યારે નથાજી હરજીજી ઠાકોર ના ખેતરમાં એરંડાના પાકની વચ્ચે છુપાવેલા રૂપિયા 93,120 ના 9.312 કિલોગ્રામ અફીણના ડુંડા મળી આવ્યાં હતા, બે અલગ-અલગ ખેતરોમાંથી રૂપિયા 1,10,540 ના 11.054 કિલોગ્રામ અફીણના ડુંડા જપ્ત કર્યા હતા..
દરોડા દરમિયાન બંને આરોપી ફરાર થઈ ગયા હતા, પોલીસે બંને ખેડૂતો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, પોલીસે સ્થળ પર એફ.એસ.એલ. ટીમને બોલાવી અફીણના ડુંડાઓ નું પરીક્ષણ કરાવ્યું હતું, પરીક્ષણમાં ઓપીયમ આલ્કોલોઇડની હાજરી મળી હતી..