કાલોલ નગરપાલિકાની હાલમાં યોજાઈ ગયેલ ચૂંટણી માં

ઉમેદવાર પસંદગીથી લઈને ફોર્મ ભરાયા બાદ સાથ જેટલી બેઠકો બિનહરીફ કરાવવામાં તેમજ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને સાંસદ રાજપાલસિંહ જાદવ ની સાથે ખબે ખભા મિલાવી તેઓની સૂચના અને માર્ગદર્શન મુજબ કાલોલ નગરમાં ઉમેદવાર ની પસંદગીથી લઈને ઉમેદવારને બિનહરીફ કરાવવામાં કાલોલ શહેર પ્રમુખ પ્રતિક ઉપાધ્યાય ઉર્ફે મિન્ટુ ની મહેનત રંગ લાવી છે. વોર્ડ નંબર ત્રણમાં બે બેઠકો બિનહરીફ થયી હતી બાકીની બે બેઠકો પૈકી એક બેઠક પર શહેર પ્રમુખ પોતે ચૂંટણી લડતા હતા. અત્યંત રસાકસી વાળી આ ચૂંટણીમાં ગત ટર્મ ના કોર્પોરેટર સચિનભાઈ કાછિયા ઉર્ફે ગટાભાઈ અને ઇન્દિરા નગરના સ્થાનિક નિવાસી સુરેશ મારવાડી તથા મહિલા ઉમેદવાર ધર્મિષ્ઠાબેન પટેલ (માજી પ્રમુખ) સામે ગત ટર્મ ના કોર્પોરેટર અંજના મહેતા ચૂંટણી લડી રહ્યા હતા તેવા સમયે શહેર ભાજપ પ્રમુખ પ્રતિક ઉપાધ્યાયે સ્થાનિક ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને સંગઠનને સાથે રાખી લઘુમતી કોમના પડતર પ્રશ્નો બાબતે લઘુમતી આગેવાનો સાથે બેઠક કરી તેઓના તમામ પડતર પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી તેઓના મતો પોતાની તરફ અંકિત કરી લીધા અને આ જ મતો વોર્ડ નંબર ત્રણમાં ભાજપની જીતના કારણ બની ગયા અને ભાજપે વોર્ડ નંબર ત્રણ ની બંને સીટો મોટા માર્જિનથી જીતી લઈ પોતાની આગવી કોઠાસુઝ અને વોર્ડના વિવિધ પ્રકારના પડતર પ્રશ્નો નુ ઝીણવટભર્યું નિરીક્ષણ કરી મતદારોનો વિશ્ર્વાસ સંપાદન કરવામાં પ્રતીક ઉપાધ્યાય સફળ રહ્યા હતા અને એક યુવા નેતા તરીકે યુવાનોમાં પણ ભારે લોકપ્રિયતા હાંસલ કરી રહ્યા છે