ધાનેરા તાલુકાના વાછોલ ગામેથી મંગળવારની રાત્રે બટાકા ટ્રેકટરની ટ્રોલીમાં ભરીને ત્રણ વ્યક્તિઓ ડીસા જવા નીકળ્યા હતા.જેઓ કુચાવાડાથી દાંતીવાડા સીપુ નદીના પુલ પર થઇને ડીસા બાજુ જઇ રહ્યા હતા ત્યારે અચાનક બટાકા ભરેલા ટ્રેકટર ટ્રોલીને પાછળથી ટ્રકે ટક્કર મારી હતી. જેમાં ટ્રેકટરમાં બેઠેલા બે લોકોના મોત નિપજ્યા હતા.જ્યારે ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો.
ધાનેરા તાલુકાના વાછોલ ગામના ખેમાભાઇ રાવતાભાઇ પ્રજાપતિના ખેતરમાંથી ટ્રેકટર નં. GJ-08-DG-7174 ની ટ્રોલીમાં બટાકાના કટ્ટા ભરીને મંગળવારની રાત્રે લવજીભાઇ રાવતાભાઇ પ્રજાપતિ, પ્રકાશભાઇ ગેનાભાઇ પ્રજાપતિ અને લવજીભાઇ માજીરાણા ત્રણ વ્યક્તિઓ ડીસા જવા નીકળ્યા હતા.જેઓ કુચાવાડાથી દાંતીવાડા સીપુ નદીના પુલ પર થઇને ડીસા બાજુ જઇ રહ્યા હતા ત્યારે અચાનક બટાકા ભરેલા ટ્રેકટર ટ્રોલીને પાછળથી આવતા ટ્રકે ટક્કર મારી હતી.
જેમાં ટ્રેકટરમાં બેઠેલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને હોસ્પિટલ લઇ જતાં લવજીભાઇ રાવતાભાઇ પ્રજાપતિ અને પ્રકાશભાઇ ગેનાભાઇ પ્રજાપતિ (બંને રહે. વાછોલ તા.ધાનેરા)ના મોત નિપજ્યા હતા.જ્યારે ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો.જેથી ખેમાભાઇ રાવતાભાઇ પ્રજાપતિએ રાત્રે જ ડીસા તાલુકા પોલીસ મથકે ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.