તળાજા ના શખ્સ સહિત ત્રણ યુવાન અને બે યુવતીઓને વિદેશી દારૂની બોટલો અને બે લક્ઝુરીયસ કાર સાથે ઝડપી લેતા ચકચાર મચી ગઇ હતી. સુરતના કામરેજ પોલીસની હદમાં મોરથાણા ગામની સીમમાં આવેલા સિલ્વરઅંબરલેન્ડ ફાર્મના મકાન નં.૬૯ કેટલાક શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની કામરેજ પોલીસને બાતમી મળી હતી. પોલીસે ત્યાં ફિલ્મી ઢબે છાપો માર્યો હતો. ત્યાં બે યુવતી અને ચાર યુવાનો ગોળ ટેબલ ઉપર વિદેશી દારૂની વોડકાની બોટલમાંથી બિન્દાસ દારૂ પીતા પોલીસને જોવા મળ્યા હતા. પોલીસને જોઈ પાર્ટી કરતા યુવાનો અને યુવતીઓના હાંશઉડી ગયા હતા. પોલીસે દારૂ ઢીંચતા પરેશ વાલજી ભલાણી (ઉ. વ. ૩૨, નોકરી, રહે. ઘર નંબર ૨૪, હરિરામનગર સોસાયટી, વરાછા, સુરત, મૂળ ફુલસર, તા. તળાજા, જી. ભાવનગર), મેહુલ ધીરૂ વાડદોરીયા (ઉ.વ.૩૩ ધંધો-નોકરી રહે. મોટા વરાછા રીવેર ગ્રીંસ એ-બિલ્ડીંગ ફ્લેટ નં.૨૦૨ સુરત શહેર મુળ રહે સાગરપરા, તા.સાવરકુંડલા જિઅમરેલીઅમરેલી), ક્રિષ્નમ મુકેશભાઈ વેકરાયા (ઉ.વ.૨૧ ધંધો-નોકરી રહે ફ્લેટ નં.૧૩૭ રાજેશ્વર રેસીડેન્સી એ.બી.સી. મોલની પાછળ તા.કામરેજ મુળ રહે ફાટસર, તા.ઉના, જિ.ગીર સોમનાથ), કિરીટભાઈ બાલુભાઈ મકરૂદીયા (ઉ.વ.૩૭ ધંધો-નોકરી રહે ઘર નં. ૨૮ ઈસકોન બંગ્લોઝ એ.બી.સી. મોલની પાછળ તા.કામરેજ), ભાનુબેન (નામ બદલ્યું) અને મનિષાબેન (નામ બદલ્યુ છે)ની ધરપકડ કરી તમામને વિદેશી દારૂ આપનાર અજાણ્યા શખ્સ વિરૂદ્ધ પોલીસે પ્રોહિબીશનનો ગુનો નોંધ્યો હતો. પોલીસે બનાવનાં સ્થળેથી ૩ વિદેશી દારૂની બોટલો, ૧.૯૨ લાખની કિંમતનાં ૬ મોબાઈલ ફોન, ૧૪ લાખ કિંમતની બે ફોરવ્હિલ ગાડી મળી કુલ ૧૫.૯૩ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.