અકસ્માત માં મૃત્યુ પામેલા પોલીસ કર્મીના પરિવાર ને 1.16 કરોડ નો ચેક અપાયો..

બનાસકાંઠા જિલ્લામાં એક વર્ષ અગાઉ અકસ્માતમાં મૃત્યુ પામેલા હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ના પરિવાર ને એક્સિસ બેંક દ્વારા રૂપિયા 1.16 કરોડની સહાય આપવામાં આવી છે, વડગામ તાલુકાના મેમદપુર ગામના વતની અને બનાસકાંઠા પોલીસ માં હથિયારી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દલપતસિંહ નું ગત વર્ષે અકસ્માતમાં મૃત્યુ થયું હતું..

બનાસકાંઠા જિલ્લાના પોલીસ કર્મચારીઓ ના પગાર એકાઉન્ટ એક્સિસ બેંકમાં હોવાથી, બેંક દ્વારા તેમનો અકસ્માત વીમો લેવામાં આવે છે, મૃતક કર્મચારી ના પરિવાર ને પોલીસ વિભાગ તરફથી મળવાપાત્ર લાભો તો તાત્કાલિક આપવામાં આવ્યા હતા, પરંતુ હવે બેંક દ્વારા વીમા ક્લેમની રકમનો ચેક પણ મંજૂર કરવામાં આવ્યો છે..

જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના હસ્તે મૃતક પોલીસ જવાન ના પરિવાર ને આ ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, આ મોટી સહાય મેળવ્યા બાદ પરિવારજનો એ બેંક અને પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો, આ પહેલ એક્સિસ બેંક દ્વારા પોલીસ કર્મચારીઓ ના કલ્યાણ માટે લેવામાં આવતા પગલાંનું ઉદાહરણ છે..