ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા માર્ગ સલામતી મહિનાની ઉજવણી કાર્યક્રમ, DNP ગર્લ્સ હાઇસ્કુલ અને KB અગ્રવાલ હાઇસ્કુલ ડીસા ખાતે રાખવામાં આવ્યું હતો..

નીરજ બોરાણા (જી એક્સપ્રેસ ન્યૂઝ ડીસા) 

માર્ગ સલામતિ માહ ની ઉજવણી કાર્યક્રમ માં પોલીસ, પરિવહન અને અન્ય વિભાગોની પ્રવૃત્તિઓ વિશે જણાવ્યું હતું અને માર્ગ સલામતી અભિયાન અંતર્ગત કાર્યક્રમ માં હેમ્લેટ, સીટ બેલ્ટ, ઓવર સ્પીડ માં વાહનો ના ચલાવવા જેવી માહિતી આપવા માં આવી હતી..

માર્ગ સલામતિ માહની ઉજવણી કાર્યક્રમ માં ડીસા શહેર દક્ષિણ પોલીસ ના Pi વી.એમ. ચૌધરી અને Asi અશોકસિંહ, પોલીસ કોન્સ્ટેબલ ભીખાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન દ્વારા ટ્રાફિક અંગે માર્ગ સલામતિ માહ કાર્યકમ માં મહત્વપૂર્ણ માહિતી આપી હતી અને સામાન્ય જનતા ને માર્ગ સલામતીના નિયમોનું કડક પાલન કરવાની પણ અપીલ કરી હતી..