શત્રુંજય માં શંખેશ્વર જવું શંખેશ્વર "શંખેશ્વર દાદા જેવા જ મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ જ્યાં પ્રતિષ્ઠિત છે તેવા વિજ્ઞાનતીર્થ શંખેશ્વરપુરમ ના આંગણે કુંભણ ગામ અમદાવાદ થી પાલીતાણા હાઇવે ઉપર પાલીતાણા થી 15 કિમી દૂર દોઢસો જૈન તીર્થંકર ભગવાનોના અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22 જાન્યુઆરી થી 25 જાન્યુઆરી 2025 ઉજવાશે જેમાં નિશ્રાદાતા શ્રી પરમ પૂજ્ય આચાર્ય શ્રી અશોકસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ અને જેના પ્રેરણાદાતા છે તેવા પરમ પૂજ્ય આચાર્ય લબ્ધીચન્દ્ર સાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ 100 થી વધુ સાધુ સાધ્વીજી ભગવન્તં ની પાવન નિશ્રા માં જિનેશ્વર પરમાત્મા ના પાંચ કલ્યાણકો ની ભવ્ય ઉજવણી સાથે તારીખ 27 જાન્યુઆરીએ પવિત્ર મુહર્તે 150 જિનબંબો ની પ્રતિષ્ઠા ભારે ઉલ્લાસ ઉમંગપૂર્વક ઉજવાશે પાંચ કલ્યાણક એટલે પરમાત્મા સ્વર્ગમાંથી પામે તે ચવનકલ્યાણક, પરમાત્માનો જન્મ થાય તે જન્મ કલ્યાણક, પ્રભુ નો દીક્ષા નો સ્વીકાર તે દીક્ષા કલ્યાણ, પ્રભુને કેવળ જ્ઞાન થાય તેનું નામ કેવળજ્ઞાન કલ્યાણક, અને પ્રભુ મોક્ષ પધારે તે નિર્વાણકલ્યાણ કહેવાય છે. પ્રભુના પાંચેક કલ્યાણકો જ્યારે ખરેખર થાય છે ત્યારે સંસાર ભરના સર્વ જીવો ક્ષણભર શાતા સુખ પામે છે. નારકોમાં પણ અજવાળા થાય છે. માટે જ તેને કલ્યાણ જ કહેવાય છે. આ ઉજવણી દરમિયાન પરમ પૂજ્ય આચાર્યશ્રી લબ્ધીચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ પાંચેય કલ્યાણકો વિશે હૃદયમંગ સમજણ આપશે. અમદાવાદ થી પધારેલ વિધિકાર પંડિત શ્રી ધનંજયભાઈ જૈન વિધિવિધાન કરાવશે. સુપ્રસિદ્ધ સંગીતકાર શ્રી સંકેતભાઈ જૈન ભક્તિમાં સૌના રસતરબોળ બનાવશે આ પ્રસંગ પર જિનાલયમાં જિનબીંબો ભરાવનાર લાભાર્થીઓ પરમાત્માની શુભમુહૂર્ત તારીખ 27 જાન્યુઆરી તે પ્રતિષ્ઠા કરશે 26 જાન્યુઆરીએ મધ્યરાત્રીએ શુભક્ષણોએ પરમાત્માની અંજન વિધિ આચાર્ય ભગવન્તંતો કરશે. આ દિવસો દરમિયાન હજારની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. દરેક માટે ત્રણેય ટાઈમ સાધર્મિક ભક્તિ રાખવા માં આવેલ છે .

 આ પ્રસંગે અનેક જૈન આચાર્યના મંગળમય આશીર્વાદનો પણ સંપ્રાપ્ત થયા છે