દાંતીવાડા પોલીસ મંગળવારે રાત્રે ત્રણ રસ્તા નજીક વાહન ચેકીંગમાં હતી. ત્યારે દાંતીવાડા ગામ બાજુથી એક શખસ પગપાળા ઘરે જતી વખતે પોલીસને જોઈને દોડતા પોલીસે પકડી પાડયો હતો. જેની પાસેથી રૂ. 3072 ની કિંમતનો 512 ગ્રામ ગાંજો ઝડપ્યો હતો. આ ગાંજાનો બંધાણી શખસ આબુરોડથી ગાંજો લાવ્યો હોવાનું કબૂલ્યું હતું.

દાંતીવાડા પોલીસ સ્ટાફ મંગળવારે દાંતીવાડા ત્રણ રસ્તા નજીક વાહન ચેકીંગમાં હતા. ત્યારે દાંતીવાડા ગામ બાજુથી અંધારામાં એક શખસ હાથમાં થેલી લઇ ચાલતો દાંતીવાડા ત્રણ રસ્તા તરફ આવતો હતો. જે પોલીસને જોઈને દોડતા પોલીસે પાછળ દોડી પકડી પાડ્યો હતો. નામ રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુભાઇ હરીભાઇ ચૌધરી (મુંજી) (રહે.ધાનેરી) હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ થેલીમાં તપાસ કરતા તેમાંથી રૂ. 3072 ની કિંમતનો 512 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જે બાદ પોલીસે આ આરોપી શખ્સને પોલીસ સ્ટેશન લઈ આવી એક મોબાઈલ અને સો રોકડા સહિત કુલ 8172 રૂપિયાના મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી રાજેન્દ્રકુમાર હરિભાઈ ચૌધરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.