અમરેલી જિલ્લા ખાંભા તાલુકાના મોટા બારમણ ગામે પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી શૈલેષકુમાર ધીરુભાઈ સોલંકી ના વિદાય સમારંભ યોજાયો
ગુજરાતીમાં કહેવત છે કે 'એક માતા સો શિક્ષકની ગરજ સારે છે', પરંતુ એક શિક્ષક પણ સો માતાની ગરજ સારી શકે છે. શાળામાં વિદ્યાર્થીઓને પુસ્તકના પાઠની સાથે સંસ્કાર, શિસ્ત સહિત વ્યવહારના પાઠ શીખવે છે. શિક્ષણ, સંસ્કાર અને શિસ્તનો સમન્વય જોવો હોય તો મોટા બારમણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા 16 વર્ષથી શિક્ષક અને આચાર્ય તરીકે ફરજ બજાવી રહેલા આચાર્યશ્રી શૈલેષભાઈ સોલંકી વિદાય સમારંભમાં જોવા મળ્યો હતો.
આ તકે મોટા બારમણ પ્રાથમિક શાળા માં છેલ્લા 20 વર્ષમાં સેવા આપી ચૂકેલા તમામ પૂર્વ આચાર્ય, શિક્ષકો, તેમજ ગામના સામાજિક ,રાજકીય તેમજ વિવિધ સમાજના આગેવાનો અને ગ્રામજનોએ ખુબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
આ કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય થી શરૂ કરી, સંસ્કૃતિક કૃતિ રજુ કરી ત્યાર બાદ સૌ મહેમાનો નું સન્માન અને સાહેબશ્રી ભેટ સોગાદો અને મોમેન્ટો આપી સન્માન કર્યા આ તકે શાળાના બાળકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.તેમજ શાળા સ્ટાફ તેમજ ગ્રામજનો ભાવુક બન્યા હતા અને ખુબ ભારે હૈયે સાહેબ શ્રી શૈલેષકુમાર સોલંકી ને વિદાઈ આપી હતી.