કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આરડી ભરવાડને બાતમી મળેલ કે નંબર વગરની i20 કારમાં ગોધરા થી હાલોલ તરફ વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થવાની છે જે આધારે કાલોલ ગધેડી ફળિયા પાસે પોલીસે ગોઠવી હતી બાતમી મુજબની કાર આવતા પોલીસે રોકવાનો ઈશારો કરતા ગાડી ચાલકે પોતાની ગાડી ભગાવી મૂકી હતી અને પોલીસે પીછો કરતા અલિન્દ્રા ચોકડી પાસે ખુલ્લી જગ્યામાં ગાડી મૂકી ઝાળી ઝાંખરા નો લાભ લઇ કારચાલક નાસી છૂટ્યો હતો પોલીસે કારમાં તપાસ કરતા ખાખી કલરના પૂઠા મા અને મીનિયા થેલામાં જુદી જુદી બ્રાન્ડના બિયરના 210 ટીન જોવા મળ્યા જેની કિંમત 33,570 અને કારની કિંમત પાંચ લાખ રૂપિયા ગણી 5,33,570 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
કાલોલ પોલીસે અલીન્દ્રા ચોકડી પાસેથી વિદેશી દારૂનો જથ્થો લઈ જતી કાર ઝડપી રૂ 5,33,570 નો મુદ્દામાલ કબજે કર્યો.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2025/01/nerity_60175ebb8b5a2f0d35e6db51f3b96137.jpg)