ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના સિન્ધી કોલોની વિસ્તારમાંથી શનિવારે પ્રતિબંધીત સ્કાયલેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ) દોરીની 14 ફિરકી રૂ.14,000 સાથે એક શખસને પકડી લેવાયો હતો.

ડીસા શહેર દક્ષિણ પોલીસ પી.આઇ. વી.એમ.ચૌધરી શનિવારે સ્ટાફ સાથે પેટ્રોલીંગ હતા. દરમિયાન ડીસા સિન્ધી કોલોની નાળા પાસે પ્રેમ તરૂણભાઈ શર્મા (રહે.સિન્ધી કોલોની,ડીસા) પ્રતિબંધીત ચાઈનીઝ પતંગ દોરી રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી.

 ત્યારે ડીસા દક્ષિણ પોલીસએ સ્કાયલેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ) દોરીની ફિરકી (રીલ) નંગ-14 રૂ.14,000 ના મુદ્દામાલ સાથે પ્રેમ તરુણભાઇ શર્માને પકડી પાડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.