અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા સર્વે સ્ત્રીભક્તો ના ગુરુપદને શોભાવતા એવા પ.પૂ.અ.સૌ. ગાદીવાળા માતૃશ્રી ના શુભ આશીર્વાદથી અભિસિંચિત તથા પ.પૂ. શ્રી ડૉ.ઉર્વશીકુંવરબા ( બાબારાજાશ્રી ) ના સુયોગ્ય માર્ગદર્શનથી પ્રેરિત શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ તેમજ શ્રી સુવાસિની ટ્રસ્ટ ના સંયુક્ત આયોજનથી સર્વાઇકલ કેન્સર રસીકરણ કેમ્પ તેમજ સર્વાઇકલ કેન્સર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ તેમજ શ્રી સુવાસિની ટ્રસ્ટ દ્વારા તારીખ 1/1/2025 તેમજ તારીખ 2/1/2025 ના રોજ પિપરલા તેમજ આસપાસના ગામના બહેનો દીકરીઓને સર્વાઇકલ કેન્સર રસીકરણ માટે જાગૃત કરવાના શુભ આશયથી પિપરલા પ્રાથમિક શાળા, ભારાપરા પ્રાથમિક શાળા, સથરા કન્યા શાળા તેમજ સત્યનારાયણ વિદ્યાલય ( હાઇસ્કુલ) સાથરામાં સર્વાઇકલ કેન્સર રસીકરણ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાની દીકરીઓ તેમજ શિક્ષિકા બહેનોને સર્વાઇકલ કેન્સર રસીકરણના મહત્વ વિશે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં લગભગ 600 જેટલા વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષિકા બહેનોને સર્વાઇકલ કેન્સર થવાના કારણો, લક્ષણો, સારવાર તેમજ તેનાથી બચવા માટેના ઉપાયો અંગે માર્ગદર્શન મેળવ્યું તેમજ કેન્સરથી ડરવાને બદલે કેન્સરથી બચવા રસીકરણ માટે જાગૃત કરવામાં આવ્યા.