કાલોલ પંથકમાં આજ રોજ વાઈરલ થયેલ વિડીઓ મા કાલોલ નગરપાલિકા કચેરી ખાતે આધાર કાર્ડ અપડેટ કરવા માટે ક્યુઆર કોડ વાળા જનમના દાખલા માટે અરજી આપનાર નાગરીકે દાખલો મેળવવા અંગેની વાતચીત કરતા કર્મચારીએ ઉદ્ધતાઈ ભરેલ વર્તન કરી ઝપાઝપી કરી હોવાનો અને અરજી ફાડી નાખજો, ઝાપટ પડશે તેવી વાતચીત નો વિડીઓ વાઈરલ થયો છે. નગરપાલિકાનો સંપર્ક કરતા દરરોજની સંખ્યાબંધ અરજીઓ આવતી હોવાથી કામ ધીમુ ચાલે છે જયારે બાળકના વાલી નો સંપર્ક કરતા ૧૭/૧૨/૨૪ ના રોજ અરજી આપી હતી ત્યારબાદ તપાસ કરતા અઠવાડિયા પછી તપાસ કરજો એમ જણાવ્યુ હતુ આજ રોજ તપાસ કરતા ઉદ્ધત વર્તન કરેલ ઝાપટ પડશે તેવી વાત કરી છે.