*બળદીયાના રહેવાશીને બોલ્ટનમાં (યુકે) સામાજિક આગેવાનને મેયરશ્રી દ્વારા એવાર્ડ સહિત સન્માન કરાયું...*
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના અગ્રણી હરિભક્ત યુકેના બોલ્ટનમાં વસતા મૂળ બળદીયા ગામના વતની અને છેલ્લા ૩૦ વર્ષથી હિન્દુ સનાતન સંસ્થાઓ સહિત મંદિરોમાં હોદ્દેદાર સાથે સંકળાયેલ અને હાલ બોલ્ટન શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિરના અગ્રણી એવા ઘનશ્યામભાઈ હિરજીભાઈ વેકરીઆને તેઓની છેલ્લા ૫૦ વર્ષની સામાજિક સેવાઓના પ્રદાનરુપે બોલ્ટન શહેરના મેયરશ્રી એન્ડ્રયુ મોર્થન દ્વારા સ્થાનિક કાઉન્સિલનું સર્વોચ્ચ સન્માન કરાયું હતું.પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજ સહ સંતવૃંદે પણ શુભેચ્છા પાઠવી હતી.