બોટાદમાં રોજિદ ગામે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 19 લોકોના મોત થઈ જતા ગુજરાતમાં દારૂબંધીના અમલની પોલ ખુલ્લી પડી ગઈ છે.
આ ઘટનામાં ભારે હોબાળો થયા બાદ પોલીસ દ્વારા રાજુ નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે.
આ રાજુએ અમદાવાદના લાંભાની કેમિકલ ફેક્ટરીમાંથી બરવાળામાં સંજય નામના ઇસમને દારૂ બનાવવા કેમિકલ મોકલ્યું હોવાની વાત સામે આવી છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પોલીસે અન્ય એક પિન્ટુ નામના એક ઇસમને ઉંચકી લઈ પૂછતાછ કરતા આ કેમિકલથી દારૂ બનાવાતો હોવાની વાતનો ખુલાસો થયો હતો. પિંટું કેમિકલ અમદાવાદથી લાવતો હતો અને લોકલ બુટલેગરને સપ્લાય કરતો હોવાનું ખુલ્યું છે, આ શંકાસ્પદ કેમિકલ પણ ગાંધીનગર તપાસ માટે મોકલી દેવાયું છે.
ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પાસે આ ઘટના અંગે જવાબ માંગ્યો છે.
અમદાવાદમાંથી કેમિકલ સપ્લાય થયું હતું. બરવાળાના ચોકડી ગામે સપ્લાય થયેલા કેમિકલમાંથી પિન્ટુ નામના વ્યક્તિએ લઠ્ઠો તૈયાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારબાદ આ લઠ્ઠો બરવાળાના રોજીદ, ચંદરવા, દેવજ્ઞા તથા અમદાવાદ ગ્રામ્યના આકરુ અને ઉછડી સહિતના ગામોમાં સપ્લાય કર્યો હતો. જે 15 વ્યક્તિના મૃત્યુ થયા છે તે તમામ લોકો આ ગામોના હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ હજુ પણ એટીએસ દ્વારા કેમિકલ સપ્લાયથી માંડી લઠ્ઠો બનાવવા સુધી અને કયા કયા બુટલેગરોને આ લઠ્ઠો વેચવામાં આવ્યો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચને પણ લઠ્ઠાકાંડની તપાસ કરવાના આદેશ આપ્યા છે. મંગળવારથી સમગ્ર રાજ્યમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવા માટે પણ રાજ્ય સરકારે આદેશ જારી કર્યા છે.