કાલોલ ની બોરુ પબ્લિક સ્કૂલમાં જુનિયર-સીનીયર અને ફર્સ્ટ-સેકન્ડ ક્લાસનો વાર્ષિક રમતોત્સવ ઉજવાયો.
કાલોલ તારીખ ૨૨/૧૨/૨૦૨૪
વિદ્યાર્થીઓમાં ખેલભાવના તેમજ શારીરિક ક્ષમતાનો વિકાસ થાય તે ઉદ્શદે્યથી કાલોલ તાલુકાના બોરુ ખાતેની રીફાઇ પબ્લિક સ્કૂલમાં આજરોજ જુનિયર-સિનિયર ક્લાસ અને ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસના બાળકોનું વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરવામાં આવીહતી.આ રમતોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે રીફાઇ પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી સૈયદ સોયબબાબા રીફાઇ સહિત તેઓના ફેમિલી મેમ્બર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાના બાળકો ની શિસ્તબદ્ધ પરેડથી કરવામાં આવી હતી. ત્યારબાદ રમતોત્સવમાં ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસના બાળકો માટે 100 મીટર દોડ, તેમજ જુનિયર-સિનિયર બાળકો માટે 50 મીટર દોડ, રીલે દોડ,તેમજ લીંબુ દોડ,સોયદોરા દોડ,સતુલન દોડ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તેમનામાં રહેલી શકિતઓને બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો.
 
  
  
  
   
  