કાલોલ નગરમાંથી પસાર થતા હાલોલ શામળાજી ટોલ રોડ ઉપર તાલુકા પંચાયત કચેરી સામે ગોરા વે બ્રીજ પાસે ગટર લાઈન ઉપર નો પત્થર કોઈક કારણસર નીકળી જવાથી મોટો ખાડો પડી ગયેલ છે જે ખાડા મા આજ રોજ રવિવારે બપોરે સીમેન્ટ ભરેલ એક ટ્રેકટર નુ વ્હીલ આવી જવાથી ફસાઈ ગયુ હતુ અને ભારે જહેમત બાદ બહાર કાઢયું હતુ આ રસ્તા ઉપર કાયમ ભારે ટ્રાફિક જોવા મળે છે અને સાંજના સમયે ટુ વ્હીલર ચાલકો વહેલા નીકળવાના ચક્કરમાં રોડ ની નીચે પોતાના વાહનો ઉતારતા હોય છે ત્યારે કોઇ ટુ વ્હીલર ચાલક ખાડામાં ખાબકે તે પહેલા હાલોલ શામળાજી ટોલ રોડ નુ સંચાલન કરતી કલ્યાણ કંપની ના અધિકારીઓ આ ઉખેડી ગયેલા પત્થર ની જગ્યાએ નવો પત્થર બેસાડે તેવી લોક માંગ છે જેથી કરીને મોટી હોનારત કે અકસ્માત અટકે.
કાલોલ તાલુકા પંચાયત સામે ગટર ઉપર નો પત્થર ઉખડી જતા સીમેન્ટ ભરેલુ ટ્રેકટર ફસાયુ. સત્વરે મરામત ની જરૂર
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2024/12/nerity_d9f57318a3d90e072d3f7d3ae8c5358f.jpg)