ડીસાના મહાકાળી માતાના મંદિર પાસે શુક્રવારે ટેન્કર ચાલકે આગળ જઇ રહેલા છકડો રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતાં પત્ની રોડ ઉપર પટકાતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે પતિ, બે પુત્રોને ઇજાઓ થતાં 108 દ્વારા ડીસાની સરકારી હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાની જાણ ડીસા તાલુકા પોલીસને કરાતાં ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
ડીસાના મહાકાળી માતાના મંદિર પાસે શુક્રવારે ટેન્કર નં. જીજે-12-બીએક્સ-1666 ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી આગળ જઈ રહેલ છકડો રિક્ષા નં. જીજે-08-એવી-7966 ને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં છકડો રિક્ષામાં બેઠેલ પત્ની કાજલબેન રાજુભાઈ દેવીપૂજક રોડ ઉપર પટકાતાં માથામાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
જ્યારે પતિ રાજુભાઈ દેવીપૂજક અને નાના બે બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે ડીસા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા એકઠા થતાં કલાકો સુધી ટ્રાફીકજામ સર્જાયું હતું.