આજ રોજ પ્રાથમિક શાળા નાયકા ખાતે GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ની કચેરી ખેડા ના સંયુક્ત ઉપક્રમે આયોજિત *ખેડા જિલ્લા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024* ખુલ્લું મુકવામાં આવ્યું, જે પ્રસંગે મહેમદાવાદ વિધાનસભા ના ધારાસભ્યશ્રી અને પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી માનનીય અર્જુનસિંહ ચૌહાણ સાહેબ ના અધ્યક્ષ સ્થાને, માનનીય ધારાસભ્યશ્રી માતર શ્રી કલ્પેશભાઈ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પરેશભાઈ વાઘેલા, DIET કઠલાલ ના પ્રાચાર્ય શ્રી કલ્પેશભાઈ પટેલ, તાલુકા પંચાયત ખેડા પ્રમુખશ્રી પ્રેમીલાબેન ચૌહાણ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કિરીટભાઈ અસારી સાહેબ તથા તાલુકા માં થી વિવિધ પદાધિકારીઓ અને જિલ્લા-તાલુકા શિક્ષક સંગઠન ના હોદ્દેદાર શ્રી ઓ, માર્ગદર્શક શિક્ષકશ્રી ઓ તથા ખેડા તાલુકા શિક્ષક પરિવાર અને બાળ વૈજ્ઞાનિકો, SMC પ્રાથમિક શાળા નાયકા તથા મોટી સંખ્યા માં નાયકા ગ્રામ ના અગ્રણી ઓ અને સામાજિક કાર્યકરો એ હાજરી આપી હતી... અને બાળ વૈજ્ઞાનિકો ને પ્રોત્સાહિત કર્યા હતા...