ડીસાના રમુણ ગામ હાઇવે ઉપર બુધવારે સાંજે લકઝરી બસ અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માતમાં સ્કોર્પિયો રોડની ચોકડીમાં ઉતરી જતાં તેમાં અચાનક આગ લાગી હતી. સ્કોર્પિયો ચાલક અને અન્ય એકને ગામ લોકોએ બહાર નીકાળી ધાનેરા સારવાર અર્થે ખસેડ્યા હતા. આ ઘટના અંગે ધાનેરા અને ડીસાના ફાયર-ફાયટરને જાણ કરાતાં તાત્કાલિક આવી આગને કાબુમાં લેવાઇ હતી.
ડીસા તાલુકાના રમુણ ગામ હાઇવે ઉપર બુધવારે સાંજે લકઝરી બસ અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં સ્કોર્પિયો રોડની ચોકડીમાં ઉતરી ગઇ હતી. ત્યારે સ્કોર્પિયોમાં અચાનક આગ ભભૂકી હતી.
આ ઘટનાને પગલે આજુબાજુથી દોડી આવેલા ગામલોકોએ સ્કોર્પિયો ચાલક અને અન્ય એકને સ્કોર્પિયોમાંથી બહાર નીકાળી સારવાર અર્થે ધાનેરાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આગને કાબુમાં લેવા ડીસા અને ધાનેરા નગરપાલિકાના ફાયર ફાયટર દ્વારા આગને કાબુમાં લેવાઈ હતી. સ્કોર્પિયો બળીને ખાખ થઈ ગઇ હતી. આ ઘટનાને લઇ હાઇવે ઉપર ટ્રાફીકજામ થયો હતો.