કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,સ. દાં. કૃષિ યુનિવર્સિટી, થરાદ દ્વારા મશરૂમની ઉત્પાદન પધ્ધતિ પર તા.૨૯/૧૧/૨૦૨૪થી ૦૩/૧૨/૨૦૨૪ સુધી પાંચ દિવસીય વ્યવસાયિક તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો. તાલીમ કાર્યક્રમનો ઉદ્દઘાટન સમારોહ ડીનશ્રી, એગ્રીકલ્ચરલ ફેકલ્ટી, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ડો. એસ. ડી. સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ. જેમાં કૃષિ મહાવિધાલય, થરાદના આચાર્ય, ડો. આર. એલ. મીના, કૃષિ પોલીટેકનીક, ડીસાના આચાર્ય ડૉ.મનીષા શિંદે, કેવીકે, થરાદના મુખ્ય વૈજ્ઞાનિક અને વડા શ્રી પી. બી.સિંહ તેમજ કેવીકે અને કૃષિ મહાવિધાલય, થરાદના વૈજ્ઞાનિકશ્રીઓ ઉપસ્થિત રહેલ. આ પાંચ દિવસ દરમ્યાન તાલીમાર્થીઓને મશરૂમની ઉત્પાદન પધ્ધતિ પર તજજ્ઞો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ. મશરૂમના જુદા જુદા પ્રકાર બટન, મિલ્કી અને ઓઈસ્ટર મશરૂમ વગેરેની ઉત્પાદન પધ્ધતિ પર વિસ્તારથી જણાવેલ. તજજ્ઞો દ્વારા તાલીમાર્થીઓને મશરૂમની બેગ ભરવાની પધ્ધતિનું પ્રેક્ટીકલ કરી સમજાવેલ. મશરૂમમાં પ્રોટીનનું પ્રમાણ સારું હોવાથી તેનો આહારમાં ઉપયોગ કરવાનું સુચન તાલીમાર્થીઓને કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં બનાસકાંઠા અને પાટણ જીલ્લાના ૪૦ થી વધુ ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. દરેક તાલીમાર્થીને તાલીમના અંતે પ્રમાણપત્ર તેમજ મશરૂમ બિયારણ અને કીટ વિતરણ કરવામાં આવી હતી