એલસીબી પોલીસે આંતર રાજ્ય વાહન ચોરીનો ભેદ ઉકેલી અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામના 22 વર્ષીય પ્રવીણ નારણભાઈ મીણાને દાંતીવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો.

રૂ. 5,00,000 ની કાર બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દાંતીવાડા વિસ્તારમાંથી ઝડપી પાડી છે.કારની ચોરીનો અંજામ યુવકે અન્ય ત્રણ ઈસમો સાથે મળી આપ્યો હોવાની કબુલાત કરતા પોલીસે ચોરીમાં સંડોવાયેલા ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.