અમીરગઢના બંધ RTO કચેરી આગળ ઉભેલા ટ્રેલર પાછળ ગાડી ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત નિપજ્યું હતું.જ્યારે બે લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને અમીરગઢ પોલીસ દ્વારા સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

અમીરગઢની RTO કચેરી આગળ રાજસ્થાનનાં આબુરોડ તરફથી એક ગાડી આવી રહી હતી. જે અચાનક અમીરગઢના બંધ પડેલી RTO કચેરી આગળ ઉભેલા ટ્રેલર સાથે ધડાકાભેર ટકરાઈ હતી. ગાડી ઉમેલા ટ્રેલર સાથે અથડાતા જ ગાડીના આગળનો ભાગના કુર્ચેકુર્ચા ઉડી ગયા હતા. ગાડીમાં સવાર ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇને ગાડીમાં ફસાયેલાં ત્રણ લોકોને ભારે જહેમત બાદ બહાર નિકાળવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે પોલીસ દ્વારા અન્ય બે લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અને લાશને પી.એમ.અર્થ ખસેડવામાં આવી હતી.