કઠલાલ તાલુકાના પિઠાઈ ગામે પીઠેશ્વરી વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર ના આર્થિક સહયોગથી વી જે કલાવૃંદદ્વારા ભવ્ય લોક સાંસ્કૃતિક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સામાજિક આગેવાનો પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના આચાર્ય તથા શિક્ષક સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે ગુજરાતના સુપ્રસિદ્ધ નામાંકિત કલાકારો એન સી ચૌહાણ અનિતા બારોટ દિનેશ વાઘેલા કમલેશ સોલંકી કિંજલ ડાભી નીતા રાજપૂત નેન્સી પટેલ વનરાજ પરમાર ભગવાનસિંહ ચૌહાણ ગુલાબસિંહ ચૌહાણ તેમજ જનકસિંહ ડાભી ની વી જે કલાવૃંદ સંગીત ટીમ એ સરસ ઉપસ્થિત સૌને દેશભક્તિ ગીતો શોર્ય ગીતો સાથે લોકગીતોની મોજ કરાવી હતું મનોરંજન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મી જન્મ જયંતિ ની ઉજવણી અંતર્ગત તેમના જીવન પ્રસંગો ઉપર વિશેષ પ્રવચન શાળાની વિદ્યાર્થીને કહ્યું હતું સાથે ઉપસ્થિત સૌ સામાજિક આગેવાનો અને શાળા શિક્ષકનો ઉપસ્થિત આયોજક સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.