કાલોલ તાલુકાના રીછીયા (વાંટા) ગામનો એક નવ યુવાન પરમાર ભરતકુમાર રમેશભાઈ જેઓ બી.એસ.એફ (BSF) ની 11 માસની સખત ટ્રેનિંગ દિલ્હી ખાતે પુરી કરીને પોતાના માદરે વતન આવ્યા હતા ત્યારે તેઓનું વેજલપુર ખાતે પરિવાર સહિત મિત્રો સહિતના લોકો એ આવકાર્યા હતા ત્યારે બાદ તેઓનું ફૂલોના હાર પેહરાવીને ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ભરતકુમારે વેજલપુર ખાતે આવેલ કે.કે હાઈસ્કૂલમાં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો હતો. ગરીબ પરિવાર માથી આવતા ભરતકુમારને અભ્યાસ કરવામાં ખુબજ કઠિન સમસ્યાઓ સામનો કરવો પડતો હતો તેમ છતાં વધુ અભ્યાસ આગળ ચાલુજ રાખ્યો હતો પોતાને પડતી તકલીફો વેઠીને પોતે હિંમત નહિ હારીને કઈક બનવું છે તેવા સ્વપ્નાઓ સાથે બી.એસ.એફ (BSF) ની તૈયારીમાં લાગ્યા હતા અને હાલમાં બી.એસ.એફ (BSF) ની 11 માસની સખત ટ્રેનિંગ દિલ્હીમાં પૂર્ણ કરીને માદરે વતન આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ વેજલપુર થી રીછીયા (વાંટા) ડીજે ના તાલે દેશ ભક્તિ સંગીતના ગીતો સાથે શોભા યાત્રા નીકળી હતી ત્યારે આ શોભા યાત્રામાં રીછીયા (વાંટા) ગામના ખુબજ મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહી વેજલપુર થી રીછીયા (વાંટા) ગામે જવા માટે શોભા યાત્રા નીકળી હતી .
બી એસ એફ ની ૧૧ માસની ટ્રેનિંગ પુરી કરીને પોતાના માદરે વતન આવતા રીછીયા (વાંટા) ના જવાનનું વેજલપુર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
