પાલનપુર તાલુકા પોલીસે રાજસ્થાન તરફથી આવી રહેલું એક દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે. જેમાં પાલનપુર તાલુકા પોલીસ બાતમી હકીકત આધારે ખીમાણા ટોલ પ્લાઝા પાસે નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા કન્ટેનરને રોકાવી તપાસ કરતા મોટી માત્રા દારૂ ઝડપાઈ આવ્યો હતો. જેથી પોલીસ કુલ 30 લાખ 46 હજાર વધુની મુદ્દામાલ કબ્જે કરી એક ઇસમની અટકાયત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાલનપુર તાલુકા પોલીસ તાલુકા વિસ્તારમાં પ્રોહીબીશન લગત પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસને મળેલ ખાનગી બાતમી હકીકત મળેલી કે રાજસ્થાન તરફથી એક કન્ટેનર દારૂ ભરી પાલનપુર અમદાવાદ તરફ જનાર છે. જે આધારે પાલનપુર તાલૂકા પોલીસે ખેમાણા ટોલનાકા પાસે નાકાબંધી કરી હતી જે સમયે રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ કન્ટેનર ટ્રક આવતા તેને રોકાવી તપાસ કરતા કન્ટેનરમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો.

જેથી પોલીસે RJ-32-GB-7504 કન્ટેનર ના ચાલક ઇસરાઇલ ઉમરમહંમદ મેવાતી રહે. ઠેકડી નગર ભરતપુર રાજસ્થાન ઝડપી પાડી કન્ટેનરમાંથી વિદેશી દારુની બોટલ 19,728 જેની કિંમત 20 લાખ 41 હજાર 248 નો દારૂ કબ્જે કરી કુલ મુદ્દામાલ ઝડપી ગણનાપાત્ર કેશ શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.