કાલોલ તાલુકાના બરોલા ગામે ઈંટોનો ભઠ્ઠો ધરાવતા પ્રદીપકુમાર નથુરામ જાટવ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓના ભઠ્ઠા પર કામ કરતા પાટલાવાળા ના માણસો સાથે કોઈક બાબતે હાર્દિકભાઈ લક્ષ્મણભાઈ પરમાર તેમજ તેઓના પિતા લક્ષ્મણભાઈ ભયજીભાઈ પરમાર અને રિતેશભાઇ લક્ષ્મણભાઈ પરમાર સાથે બોલાચાલી તકરાર થઈ હતી જેથી ફરિયાદી પ્રદીપ કુમારના પુત્ર રાજકુમારે કહેલ કે તમે અમારા ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા પાટલા વાળા ના માણસો સાથે કેમ ઝઘડો તકરાર કરો છો તેમ કહેતા ત્રણેવ ઈસમોએ મા બેન સમાણી ગંદી ગાળો બોલી અમારા ઝગડામાં તુ કેમ વચ્ચે પડે છે તેમ કહી લક્ષ્મણભાઈ અને રીતેશભાઈએ રાજકુમારને ગડદા પાટુનો માર માર્યો હતો તે સમયે હાર્દિકભાઈ લક્ષ્મણભાઈ પરમાર ધારિયુ લઈ આવી રાજકુમાર ને મારી દેતા કપાળના ઉપરના ભાગે વાગતા ચામડી ફાટી જવાથી લોહી નીકળેલ તે સમયે અન્ય ઈસમો છોડાવવા દોડી આવતા ત્રણે ઈસમો જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા.ઇજાગ્રસ્ત રાજકુમાર ને કાલોલ રેફરલ હોસ્પિટલ અને ત્યારબાદ કાલોલ ની ખાનગી હોસ્પિટલ માં પ્રાથમિક દવા સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે જ્યાં તેના માથામાં કપાળને ભાગે આઠ જેટલા ટાંકા આવ્યા હોવાની માહિતી મળી રહી છે. સમગ્ર બાબતે પ્રદીપકુમારની ફરિયાદ આધારે કાલોલ પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.