ધાનેરામાં લગ્નની સીઝન ચાલુ થતાં જ ગરીબ અને મજુર વર્ગને લુંટવાનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે,
ધાનેરા રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં વિકાસની સાથે સાથે અસામાજિક બદીઓનો પણ વિકાસ થઈ રહ્યો છે,શહેરમાં પાનના ગલ્લાની માફક ગલીએ ગલીએ વરલી કિંગો ડાયરી પેન અને મોબાઈલ લઈને વરલી મટકા લખતા જોવા મળે છે.અને પોલીસ તંત્ર નામ રાખવા પૂરતો મહિનામાં એકાદ કેસ લઈને સંતોષ માની રહી હોવાનું સ્થાનિકો જણાવી રહયા છે.ધાનેરાના કેટલાક લેભાગુ લબરમુછીયા યુવાનો જે ખરેખર આ ઉમરમાં અભ્યાસ કરવો જોઈએ એના બદલે હાલથી જ બરબાદીના રસ્તે ચડી ગયા છે.છેલ્લા કેટલાક વર્ષોથી અહીં નવા અને જુના બસ સ્ટેન્ડ,ત્રિકોણીય શોપિંગ,અમુક હોટલો અને લારીઓ પર તેમજ બેલીમવાસ અને લાધાપુરા વિસ્તારમાં ઓફીસો અને અડ્ડો જમાવીને બેઠેલા કેટલાક લેભાગુ તત્વો આવનારી જનતાને એક ના 10 ગણા કરી આપવાની લાલચે મુસાફર જનતાને પણ વરલી જુગારના રવાડે ચડાવી બરબાદ કરી કર્યા છે. આટલું બધું ખુલ્લેઆમ થવા છતાં પણ પોલીસ મુકપ્રેક્ષક બનીને બધું ચલાવી રાખવાનું સ્થાનિકો જણાવી રહયા છે. તેમજ વિજીલન્સે વિભાગ અને બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્યુરો પણ આંખ આડા કાન કરીને બેસી રહયુ હોવાથી સ્થાનિકોના મનમાં એ સવાલ ઉભો થાય છે કે, ધાનેરા બસ સ્ટેન્ડની આજુબાજુ ડાયરી અને મોબાઈલ ફોન લઈને ફરતા વરલી કિંગો પોલીસને માસિક મહેનતાણું આપી દેતા હશે એટલે જ મટકા વિશે અખબારોમાં સમાચારો પ્રસિદ્ધ થતાં પોલીસ જ આ વરલી મટકાના બુટલેગરો ને જાણ કરી દે છે જેના લીધે આ લોકો સાવચેત થઈ જાય છે.અને પોલીસ તંત્ર નામ રાખવા પૂરતો મહિનામાં એકાદ કેસ લઈને સંતોષ માની રહી હોવાનું સ્થાનિકો જણાવી રહયા છે.