બનાસકાંઠા જિલ્લા પોલીસવળા ની સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા જિલ્લામાં સતત પેટ્રોલિંગ કરી દારૂની હેરાફેરીને અટકાવવાના પુરેપુરા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી એલસીબી દ્વારા જુદા જુદા ગામોમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે ત્યારે ગઈકાલે એક ગાડીની અંદર ગુપ્ત ખાના ની અંદર દારૂ નો જથ્થો સંતાડી લઈ જવાતો હતો જો કે બુટલેગરના આ કીમિયા ઉપર એલસીબી ની ટીમે પાણી ફેરવી દઈ દારૂનો જથ્થો ગાડી સહિત મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોની અટકાયત કરી છે
બનાસકાંઠા એલસીબીના પીઆઇ એવી દેસાઈના માર્ગદર્શક હેઠળ પીએસઆઇ એસ.બી.રાજગોર સ્ટાફના વિજયકુમાર.નરેશભાઈ.મુકેશભાઈ પરમારઅલ્પેશકુમાર. વિષ્ણુભાઈ.ગજેન્દ્રદાન સહિત ની ટીમ ગઈકાલે સાંજે ડીસા તાલુકા ની હદમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે ડીસાના આખોલ ચાર રસ્તા પાસે નાકાબંધી દરમ્યાન ક્રિયા સેલટોસ ગાડી નં.GJ18BM1695 ને રોકાવી અંદર તપાસ કરતા પોલીસને કંઈ મળ્યું ન હતું પરંતુ પોલીસે ગાડીની બરાબર તપાસ કરતા ગાડીમાં જુદા જુદા ગુપ્ત ખાના બનાવેલ હતા જેમાંથી પોલીસે દારૂની 157 બોટલો મળી આવી હતી જેથી પોલીસે ચાલક પ્રવિણ હરચંદજી રાજપુત રહે.મોરેલા તા.થરાદ અને દિનેશ દિપારામ જાટ રહે.બેરડો કાપના ગુડામલાની તા.જી.સાંચોર ની અટકાયત કરી હતી અને દારૂનો જથ્થો મંગાવનાર હકમારામ જાટ રહે.રામજી કી ગોળ સાંચોર સહિત તમામ શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ નો ગુનો નોંધી દારૂ ગાડી સહિત મળી કુલ કિ.રૂ.૮,૯૦,૧૮૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે