વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા મુખ્ય બજારો સહિત રોડ રસ્તાઓને અડી ને આવેલા રસ્તા ના દબાણો અને નડતરરૂપ દબાણોની સંયુક્ત કામગીરી હાથ ધરીને લારી ગલ્લા અને કાચા પાકા દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં ગેરકાયદેસર રસ્તાની આજુ બાજુ મસ મોટા લોખડના કેબીનોના દબાણો કરવામાં આવ્યા હતા ત્યારે આજ રોજ પતરાંઓના બનાવેલ લોખડના કેબીનો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આ દબાણ હટાવ કામગીરી દરમિયાન દબાણો ના હટે તે માટે કેટલાક દબાણદારોએ ધમ પછાડા કર્યા હતા અને મામલતદાર ને કેબીનો નહિ હટાવા માટે રજુઆત કરી હતી અને દબાણો દૂર કરવા માટે એક મહિના નો સમય માગતી રજુઆત પણ કરી હતી ત્યારે દબાણદારો ને વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા ત્રણ નોટિસ આપીને દબાણો દૂર કરવા માટે જણાવ્યું હતું તેમ છતાં દબાણો યથાવત રેહતા આખરે પ્રાંત કલેક્ટરના આદેશ બાદ આખરે આજ રોજ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આખરે દબાણદારો ના દબાવમાં આવ્યા વગર કાલોલ મામલતદાર દ્વારા દબાણો દૂર કરવાના આદેશ ઝારી રાખીને દબાણો દૂર કરવાની કાર્યવાહી આખરે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ ની કામગીરી ચાલુ કરવામાં આવી હતી મળતી વિગત મુજબ આ ગેરકાયદેસર કેબીનો અંદાજીત વર્ષ ૨૦૨૧ થી મુકવામાં આવ્યા હતા .આ જગ્યા ઉપરના દબાણો વર્ષ ૨૦૧૨ માં દૂર કર્યા હતા ત્યાર બાદ આ લોખડના કેબીનો આ જગ્યા ઉપર મૂકીને ફરીથી દબાણો ઉભા કરવામાં આવ્યા હતા ત્યારે આખરે અમુક જાગૃત નાગરિક દ્વારા જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત દબાણો દૂર કરવા માટે અરજી કરતા આખરે જિલ્લા વહીવટી તંત્રના આદેશ બાદ દબાણો દૂર કરવાના આદેશ વેજલપુર ગ્રામ પંચાયતને કરવામાં આવ્યા હતા ત્યારે આજ રોજ દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં વેજલપુર પોલીસ સ્ટેશનના પી.આઈ અમે.બી.ગઢવી કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર કાલોલ તાલુકા વિકાસ અધિકારી એસ જે.ચૌહાણ વેજલપુર ગ્રામ પંચાયત સરપંચ તલાટી આર સી ભોઈ અને રેવન્યુ તલાટી આર ડી પટેલ સહિતની સંયુક્ત ટીમે કામગીરી હાથ ધરી હતી.જેમાં નડતરરૂપ કેબીનો અને લારી ગલ્લા તથા દુકાનો ઉપરના શેડ અને દબાણો દુર કરવા મા આવ્યાં હતા. દુકાન આગળ બનાવેલ ઓટલાઓ અને હવાઈ દબાણો દુર કર્યા હતા.તો ટ્રાફિક ને નડતર રૂપ વાહનો તથા વેપારી દ્વારા રોડ પર ગોઠવવામાં આવેલ નડતર રૂપ દબાણો જેમાં વેજલપુર પોલીસ સ્ટેશન સામે, પોસ્ટ ઓફિસ પાસે,ગ્રામ પંચાયત સામે, ફોરેસ્ટ પાસે, લોખંડ ના કેબીનો અને મેન બજાર રોડ સહિતના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. અને વધુમાં આવતી કાલે હજુ બાકી રહેલા લોખડના કેબીનો સહિતના અન્ય બાકી રહેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.