ખેડા જિલ્લા ના ઠાસરા તાલુકા ના કેરીપુર ખાતે આવેલ ઐતિહાસિક અંગેજો એ બનાવેલ સી.એન.આઇ ચર્ચ કમ્પાઉન્ડમાં તારીખ 11/11/2024 સોમવાર ના દિને સમગ્ર ગુજરાત ના ગુજરાત ડાયોસીસ ડી 17 ચીલ્ડરન મિનિસ્ટ્રી એક દિવસીય ચીલ્ડરન ફેસ્ટિવલ 2024 યોજાયો.
સી એન આઇ સંસ્થા ના વડા અને રાઈટ રેવ. સિલ્વiન્સ એસ ક્રિશ્ચયન ( બિસપ ઓફ ગુજરાત ) ના પ્રમુખ સ્થાને કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત ના સન્ડે સ્કૂલ ના બાળકો.. શિક્ષકો.. વાલીઓ.. પાળકો.. લેમન આગેવાનો સહિત પાંચ હજાર થી વધુ હાજર રહ્યાં હતા.
ગુજરાતમાં પ્રથમવાર કેરીપુર ખાતે બાળકો નું સંમેલન સ્થાનિક પાસ્ટર રેવ એલ્વિન કટારા અને સ્થાનિક મંડળી ના આગેવાનો ના સહયોગ થી આં કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત સમાચાર ના ચાર ચાર અવૉર્ડ પ્રાપ્ત કરનાર કાંતિલાલ ક્રિશ્ચયન પ્રેસ ફોટોગ્રાપર નું કેરીપુર ખાતે ગુજરાત સી. એન. આઇ. દ્વારા સ્ટેજ ઉપર બિસપ સાહેબ ની હાજરી માં બુકે આપી પ્રભુ ઈશુ ખિસ્ત અને ત્રિએક ના નામમાં સન્માન કરવામાં આવ્યું હતું.....