ગુજરાત 2002માં કોમી રમખાણામાં મુંબઇના સામજિક કાર્યકર તિસ્તા સેતલવાડે ખોટા દસ્તાવેજો ઉભા કરી નિદોર્ષોને સજા કરાવાના હેતુથી ધડવામાં આવેલું ષડયંત્રના ભાગરૂપે ગુજરાત ATSએ મુંબઇ ખાતેથી તિસ્તા સેતલવાડની ધરપકડ કરી હતી આ કાવતરામાં પૂર્વ આઇ પી એસ આર બી શ્રી કુમારની ધરપકડ કરવામાં આવી હતી સમ્રગ કેસની તપાસ SIT દ્રારા કરવામાં આવી હતી તિસ્તાએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જયાં SIT દલીલ અને માંગણી બાદ જામીન અરજી ફગાવી હતી ત્યારે તિસ્તા સેતલવાડે સુપ્રિમકોર્ટના દ્રારા ખટખટાવ્યા છે હવે તિસ્તાએ સુપ્રિમ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે તિસ્તા સેતલવાડ પર 2002મા ગુજરાતને બદનામ કરવાના કાવતરા રૂપે ખોટા દસ્તાવેજો રજૂ કરવાના આરોપ છે.

ગુજરાત સરકારે તિસ્તા સેતલવાડ સામે ખુલાસો કરતા જણાવ્યુ હતુ કે તિસ્તા સેતલવાડ, આર બી શ્રી કુમાર, અને સંજીવ ભટ્ટએ કોગ્રેસના પીઠ નેતા એવા અહેસાન ઝાફરીના પત્ની ઝાકિયા જાફરીનો ખોટા અરજી કરવી ઉપયોગ કર્યો છે. ખોટી ફરિયાદ કરવા બાબતે તિસ્તા સેતલવાડની ધરપકડ કરવામાં આવી હતી.

ગુજરાત કોમી રમખાણાના કેસને ઉકેલવા SIT ની રચના કરવામાં આવી હતી જેમા ATSના વડા દિપેન ભદ્ર, DCP ચૈતન્ય માંડલિક SP સુનિલ જોશી સમ્રગ કેસની તપાસ કરી રહ્યા છે 2002 કોમી રમખાણા કિસ્સામાં સુપ્રિમકોર્ટે તાત્કલિન મુખ્યમંત્રી નરેન્દ્રમોદીને કલીનચીટ આપવામાં આવી હતી જેમાં 2002માં ક્રાઇમબ્રાન્ચે વિદેશી ફંડિગ મામલે કેસ પણ નોંધ્યો છે.