સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના અમલમાં મુકવામાં આવી છે અને તેમા ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં નિરાધાર વૃધ્ધ.૨૧ કે તેથી વધુ વર્ષનો પુત્ર ન હોય.અશક્ત- દિવ્યાંગ વ્યક્તિનાં કિસ્સામાં ૭૫ ટકા થી વધારે દિવ્યાંગતા હોય અને ૪૫ કે તેથી વધુ ઉંમરની વયમર્યાદા હોવી જોઈએ.
પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તેવા વૃધ્ધો પણ અરજી કરી શકે છે જેમા અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર રૂ. ૧,૫૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ હોય.૬૦ થી વધુ વય ધરાવનાર દંપતી / બન્નેને મળે છે.જેના અરજી ફોર્મ સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી મળે છે અને તેમા ઉંમરનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટર દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.આવકનો દાખલો.
દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.
૨૧ વર્ષ થી મોટી ઉમરનો પુત્ર ન હોવાનું પ્રમાણપત્ર.
આધાર કાર્ડ,બેન્ક/પોસ્ટ ઓફીસ એકાઉન્ટ,રેશનકાર્ડ જેવા દસ્તાવેજો જોડવાના હોય છે. અરજી ની મંજુરી મામલતદાર કચેરી દ્વારા કરાય છે. ૬૦ થી ૭૯ વર્ષ સુધીના લાભાર્થીને રૂ. ૧૦૦૦/- અને ૮૦ વર્ષ કે તેથી વધુ વયનાં લાભાર્થીને રૂ. ૧૨૫૦/- ની માસિક સહાય ડી બી ટી દ્વારા લાભાર્થીઓના બેંક/ પોસ્ટ ઓફીસ ના ખાતામાં ચૂકવવામાં આવે છે.૬૦ થી ૭૯ વર્ષ સુધીના લાભાર્થીને રૂ. ૧૦૦૦/- અને ૮૦ વર્ષ કે તેથી વધુ વયનાં લાભાર્થીને રૂ. ૧૨૫૦/- ની માસિક સહાય ચૂકવવામાં આવે છે. સરકારની યોજના ખરેખર સરાહનીય છે પરંતુ સાચા લાભાર્થીઓ રહી જાય અને ખોટા લાભાર્થીઓ લાભ મેળવે તે કોઇ પણ રીતે યોગ્ય નથી. કાલોલ મા કેટલાક વિસ્તારમાં ૩૦,૩૫,૪૦ વર્ષ ની ઉમરના લોકો ટૂકમાં જેઓની ઉમર ૬૦ થી ઓછી છે તેવા લોકો વૃદ્ધ પેન્શન યોજના હેઠળ લાભ મેળવી રહ્યા છે. એજન્ટો દ્વારા યેનકેન પ્રકારેણ ખોટા માણશો ને સરકારી લાંભો અપાવાય છે જેમા જાણે અજાણે તંત્ર ના અધિકારીઓ પણ સામેલ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. કાલોલ શહેર અને તાલુકાના લાભાર્થીઓ ના આધારકાર્ડ, જન્મ નો દાખલો, આવકના દાખલા નુ ક્રોસ વેરીફીકેશન કરવામાં આવે તો મોટુ કૌભાંડ બહાર આવે તેમ છે. સરકારી લાભો ખોટી રીતે મેળવવા પણ ગુનો બને છે તેવા સંજોગોમાં તટસ્થ તપાસ શરૂ કરી આ યોજના ના લાભાર્થીઓ ના દસ્તાવેજો નુ ક્રોસ ચેકીંગ અનિવાર્ય છે જેથી સરકારી નાણા નો દુર્વ્યય અ
ટકે.