જાફરાબાદ સિવિલ હોસ્પિટલમાં (સરકારી દવાખાનામાં) દાંતના સર્જન ડોક્ટર વગૅ - ૨ , ને મુકવામાં આવેલ પણ દાંતના સાધનો વિહોણું સરકારી હોસ્પિટલમાં શું ખાલી ખુરશી ઉપર સેવાઓ આપશે ડોક્ટર મસમોટા પગાર જેવી કે ૮૫૦૦૦ હજાર જેવો પગાર ડોક્ટર ને આપી જનતા ના પરસેવાના રૂપિયા ખાલી ખુરશી માટે આપશે અંધેરી નગરી ને ગંડુ રાજા જેવો ઘાટ જોવા મળે છે.

જાફરાબાદ (જીલ્લો ) અમરેલી ખાતે (સી. એચ. સી. ) સરકારી દવાખાનું આવેલ છે. જેનો લાભ ઇન્ડોર પેશન્ટ તેમજ આઉટડોર પેશન્ટ માં જાફરાબાદ શહેરના તેમજ તાલુકાની ગરીબ તેમજ મધ્યમ વર્ગની જનતા લાભ લઈ રહી છે. તાજેતરમાં આ દવાખાનામાં દાંતના ડોક્ટર દંત સર્જન / વગૅ- ૨, ની નીમણુંક કરવામાં આવી છે. પરંતુ આ દવાખાનામાં સરકારે ચેર તેમજ અન્ય દાંત ના સાધનો આપવામાં આવ્યાં નથી અને આ ડોક્ટર ને બેઠા બેઠા રૂપિયા ૮૫૦૦૦ હજાર જેવો માતબર રકમ નો પગાર માત્રને માત્ર ખુરશી માં બેસવા માટે આપવામાં આવે છે. તે શોભાના ગાંઠિયા સમાન છે. લોકો ની ઉગ્ર માંગણી છે કે આ દવાખાનામાં દાંતની સારવાર માટે સાધનો વહેલાં માં વેહેલી તકે ફાળવવામાં આવે તોજ લોકો ને દાંતની સારવાર મળી શકે એમ છે. માટે સરકાર શ્રી એ આબાબતે તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે. માટે જનતા ના પરસેવાના પૈસા નો સદ ઉપયોગ કરવામાં આવે અને આરોગ્ય તંત્ર આ બાબતે ધ્યાન આપશે ખરું કે ? તે પછી હોતા હૈ ચલતા હૈ ખાલી ખુરશી નો પગાર ચુકવવામાં આવશે ?