પિતાએ શિક્ષણનું મહત્વ સમજ્યું અને સંતાનોને ભણાવ્યા સાવરકુંડલામા ચામડા કમાવવાનો અને સીવવાનો ધંધો કરતા તથા પછાત જ્ઞાતિમાથી આવતા પિતાએ શિક્ષણનુ મહત્વ સમજી પોતાના સંતાનોને પેટે પાટા બાંધી ભણાવ્યા અને આજે તેની પુત્રીએ પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી હતી.
સાવરકુંડલામા સનરાઇઝ હાયર સેકન્ડરી સ્કુલમા ફરજ બજાવતા દર્શિતાબેન ઉકાભાઇ મકવાણાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા થી આ ડિગ્રી મેળવી છે. મુળ સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામનો વતની આ પરિવાર છેલ્લા કેટલાક વર્ષોથી સાવરકુંડલામા રહે છે.દર્શિતાબેનના બાપ દાદાનો વ્યવસાય તો ચામડુ કમાવવાનો અને ચામડુ સિવવાનો.તેના પિતાએ પણ આ જ કામ કર્યુ. પરંતુ સંતાનો નાના હતા ત્યારથી જ તેમણે શિક્ષણનુ મહત્વ પારખી તેમને ભણાવ્યા.તેઓ પ્રતિકુળ પરિસ્થિતિમા અડધો દિવસ છુટક મજુરી કામ કરતા.અને બાદમા પ્રાથમિક શિક્ષક બન્યા. દર્શિતાબેનના મમ્મી પણ પ્રાથમિક શાળામા શિક્ષક. એટલે બંનેએ સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપ્યું. તેમણે જેતપુરના સિનીયર પ્રોફેસર ડો.ગીતાબેન લગધીરના માર્ગદર્શન નીચે "નોકરી કરતી મહિલા અને ગૃહિણીઓની હતાશા" , માનસિક સ્વાસ્થ્ય અને સમાયોજનનો એક મનોવૈજ્ઞાનિક અભ્યાસ એ વિષય પર મહાનિબંધ લખી ડોકટરેટની ઉપાધી મેળવી.હવે તેઓ ડો.દર્શિતા તરીકે ઓળખાશે.સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી પ્રતાપભાઇ ખુમાણ અને પ્રિન્સિપાલ સોનલબેન મશરૂ એ તેઓનું સન્માન કર્યું હતું
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.